Video: ભારત પર્વ-2026માં આસામની 600 વર્ષ જૂની મુખોટા કળાનું આકર્ષણ: કલાકાર સુજિત બરુઆહની કલાકૃતિઓએ પ્રવાસીઓનાં મન મોહ્યાં

સોર્સ: gstv

એકતાનગરમાં યોજાયેલા ભારત પર્વ-2026માં આસામની 600 વર્ષ જૂની મુખોટા કળાની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. આસામના શિવસાગરના કલાકાર સુજિત બરુઆહ વાંસ, માટી, ગાયના ગોબર અને કાપડ જેવી કુદરતી સામગ્રીમાંથી રંગબેરંગી મુખોટાઓ તૈયાર કરે છે. પદ્મશ્રી રેબાકાંત મહંતાના માર્ગદર્શન હેઠળ તેમણે આ કળાની તાલીમ મેળવી છે. રામાયણ, શ્રીકૃષ્ણની રાસલીલા અને પૌરાણિક પાત્રો આધારિત તેમની કલાકૃતિઓ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવી રહી છે. મિનીએચર મુખોટા અને અન્ય હસ્તકલાના માધ્યમથી તેઓ આ પ્રાચીન પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત