Video: પંજાબી સિંગર દિલજીત દોસાંઝે ગીરની મુલાકાતે, અમદાવાદમાં કોન્સર્ટ પહેલાં જંગલ સફારીની મજા માણી

સોર્સ: gstv

પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ હાલ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં યોજાનારા પોતાના કોન્સર્ટ પહેલાં દિલજીત દોસાંઝ ગીરના જંગલની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ જિપ્સીમાં સવાર થઈ સિંહ દર્શન માટે નીકળ્યા હતા. ગીર સફારી દરમિયાનની તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

દિલજીતનો અંદાજ ચાહકોને પસંદ આવ્યો

દિલજીત દોસાંઝે ગીરના જંગલની સફારી માટે ખાસ ફોરેસ્ટ લુક અપનાવ્યો હતો. જંગલની પ્રાકૃતિક સુંદરતા અને વન્યજીવનનો લુત્ફ માણતા દિલજીતનો અંદાજ પણ ચાહકોને પસંદ આવી રહ્યો છે. સિંહોના નિવાસસ્થાન ગીરમાં સિંહ દર્શન માટે પહોંચેલા દિલજીતની સફારીની તસવીરો સામે આવ્યા બાદ ચાહકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે, ઈન્દોરમાં કોન્સર્ટ દરમિયાન પોતાના નિર્ભય અંદાજમાં પરફોર્મ કરીને ચર્ચામાં આવેલા દિલજીત હવે ગુજરાતમાં પોતાના આગામી કોન્સર્ટ પહેલાં ગીરના જંગલની મુલાકાતે પહોંચ્યા છે. તેમની આ મુલાકાતની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખાસ્સા ચર્ચાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત