Video: પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજ 21 નવેમ્બર 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે લાઈવ પર્ફોર્મન્સ; ચાહકોમાં ભારે ઉત્સાહ

પોતાના સુપરહિટ ગીતો અને દમદાર પર્ફોર્મન્સથી દુનિયાભરમાં ધૂમ મચાવનાર પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. આગામી શનિવાર, ૨૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમનો ભવ્ય લાઈવ કોન્સર્ટ યોજાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારા આ મેગા મ્યુઝિકલ શોને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના સંગીતપ્રેમીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય કોન્સર્ટમાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડે તેવી શક્યતા છે, જેને લઈને આયોજકો દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જાહેરાત




