Video: નવા વર્ષના પ્રથમ દિવસે આણંદના મંદિરોમાં ભગવાનના આશીર્વાદ મેળવવા ભક્તોની ભારે ભીડ

સોર્સ: gstv

આણંદમાં નૂતનવર્ષના પવિત્ર અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનનાં દર્શન કરી વર્ષભર સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી મનોકામના સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. મંદિરોમાં ભક્તોએ ભગવાનનાં દર્શન કરી પૂજા-અર્ચના અને આરતીનો લાભ લીધો હતો. મંદિરોમાં ભક્તિમય ભજનો અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિસભર બન્યું હતું. પરિવારજનો સાથે મંદિરે પહોંચેલા ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત