Video: રાજકોટમાં દિવાળીની રાત્રે આગના 179 બનાવો, ત્રણ દિવસમાં કુલ 219 સ્થળોએ આગ

રાજકોટમાં દિવાળીના પર્વ દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં મોટો વધારો જોવા મળ્યો હતો. દિવાળીની એક જ રાત્રિમાં આગના કુલ 179 બનાવો નોંધાયા હતા. કારખાનાં, શો-રૂમ, જૂના એરપોર્ટ અને ખુલ્લા વંડા સહિત અનેક સ્થળોએ આગ લાગવાની ઘટનાઓ બની હતી. આગના બનાવોને પહોંચી વળવા ફાયર બ્રિગેડની ટીમો સતત સ્ટેન્ડ ટુ રહી હતી. ધનતેરસના દિવસે 17 અને કાળી ચૌદસના દિવસે 23 સ્થળોએ આગ લાગી હતી. આમ, રાજકોટમાં ત્રણ દિવસ દરમિયાન કુલ 219 સ્થળોએ આગના બનાવો નોંધાયા હતા.
જાહેરાત






