Video: તહેવારોની ભીડ વચ્ચે દિલ્હીના આણંદ વિહાર રેલવે સ્ટેશન પર નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરાયા, મુસાફરોને મોટી રાહત

દિલ્હીના આણંદ વિહાર રેલવે સ્ટેશન પર દિવાળી અને આગામી છઠ પૂજાના તહેવારોને પગલે વતન તરફ જતાં મુસાફરોનું ભારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. મુસાફરોની વધતી ભીડને સુચારૂ રીતે નિયંત્રિત કરવા અને ટિકિટ લેવા માટે લાગતી લાંબી લાઈનોમાંથી મુક્તિ આપવા માટે રેલવે પ્રશાસન દ્વારા નવા અનઆરક્ષિત ટિકિટ કાઉન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.રેલવેના આ નિર્ણયથી પોતાના ઘરે જતાં હજારો પ્રવાસીઓને મોટી સુવિધા મળશે અને ટિકિટ મેળવવામાં પડતી હાલાકી ઓછી થશે. આ ઉપરાંત સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
જાહેરાત







