Video: દિલ્હી જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન હિંસાની તપાસ: સુપ્રીમ કોર્ટ નિયુક્ત સમિતિને ન મળી કોઈ ખાસ ફરિયાદ

દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચ સમક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળની તપાસ સમિતિએ માહિતી આપી હતી કે કથિત હિંસા અંગે ફરિયાદો મંગાવવા અખબારોમાં નોટિસો જારી કરવા છતાં ઓનલાઈન કે ભૌતિક રીતે માંડ ગણતરીની જ ફરિયાદો પ્રાપ્ત થઈ છે. ફરિયાદો અને સામગ્રીના અભાવે સમિતિ હજુ સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી શકી નથી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે હવે હિંસા સંબંધિત તમામ અરજીઓ, વીડિયો અને ફરિયાદો સીધી આ પેનલને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે અને સમિતિને નિયમિત અંતરાલે વચગાળાના અહેવાલો રજૂ કરવા જણાવ્યું છે.
જાહેરાત







