Video: દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તરે, AQI 350 નોંધાયો

સોર્સ: gstv

દિવાળીના તહેવાર પહેલાં જ દેશની રાજધાની દિલ્હીની હવા ફરી એકવાર અત્યંત પ્રદૂષિત બની છે. મંગળવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 350 નોંધાયો છે, જે છેલ્લા 287 દિવસમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તા છે. દિલ્હીના 57 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 10 સ્ટેશનો પર હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં, 35 પર અત્યંત ખરાબ અને 12 સ્ટેશનો પર ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે. જ્યાંગીરપુરીમાં સૌથી વધુ AQI 462 નોંધાતાં વિસ્તારની હવા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. પ્રદૂષણ વધવા પાછળ પરાળી સળગાવવી અને વાહનોમાંથી નીકળતો ધુમાડો મુખ્ય કારણો હોવાનું સામે આવ્યું છે, જેમાં પરાળીના ધુમાડાનો ફાળો 15.3 ટકા અને વાહનોના પ્રદૂષણનો ફાળો 15.8 ટકા છે. આગામી દિવસોમાં પણ હવાની ગુણવત્તા અત્યંત ખરાબથી ગંભીર શ્રેણીમાં રહેવાની આશંકા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત