Video: રાયપુરમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા જનજીવન પર અસર પડી

સોર્સ: gstv

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ચક્રવાતી વાવાઝોડા મુરાસુની અસર જોવા મળી રહી છે. રાયપુરમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા જનજીવન પર અસર પડી છે. અચાનક બદલાયેલા હવામાનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન અને વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચક્રવાતી સિસ્ટમની અસરથી હવામાનમાં પલટો આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત