Video: આંધ્રપ્રદેશમાં શાંતિપૂર્ણ મતદાનનો દાવો

આંધ્રપ્રદેશમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું હોવાનું રાજ્ય ચૂંટણી કમિશનર અનિલ ચંદ્ર પુનેથાએ જણાવ્યું છે. વિજયવાડામાં તેમણે ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતાં જણાવ્યું કે ચૂંટણી સંબંધિત તમામ અહેવાલોની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાયએસઆરસીપી દ્વારા પુનઃમતદાનની કરવામાં આવેલી માગ અંગે સંપૂર્ણ અહેવાલો મંગાવવામાં આવ્યા છે. પુલિવેંદુલામાં વાહનો સળગાવવા અને પથ્થરમારાની ઘટનાઓ અંગે પણ તપાસ કરવામાં આવશે. તમામ વિગતો અને અહેવાલોનું મૂલ્યાંકન કર્યા બાદ ચૂંટણી પંચ યોગ્ય નિર્ણય લેશે.
જાહેરાત








