મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: થૂથુકુડીમાં ધુમ્મસથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો

સોર્સ: gstv

તમિલનાડુના થૂથુકુડી શહેર અને તેના ઉપનગરીય વિસ્તારોમાં વહેલી સવારે ભારે અને ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી જતાં હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહનોની લાઇટો ચાલુ રાખીને ધીમે ચલાવવાની ફરજ પડી હતી. સવારના સમયે વાતાવરણમાં અચાનક આવેલ આ ફેરફારથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને જનજીવન પર તેની અસર જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો