Video: નિર્માણાધીન ફેક્ટરી ધરાશાયી, ત્રણનાં મોત

તમિલનાડુના હોસુરના સિપકોટ વિસ્તારમાં નિર્માણાધીન ફેક્ટરીની ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ત્રણ કામદારોનાં મોત નીપજ્યાં છે. બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક ઇમારતનો એક ભાગ ધરાશાયી થતાં કામદારો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળમાંથી કામદારોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
જાહેરાત






