Video: માતાના સ્વાસ્થ્ય માટે પુત્ર236 દિવસની પગપાળા યાત્રા કરી મહાકાલના દર્શને પહોંચ્યો

બિહારના પટનાના રહેવાસી મોનુ રાજ માતાના સ્વાસ્થ્ય માટે લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા દેશભરમાં પગપાળા યાત્રા કરી રહ્યા છે. માતાની તબિયત લથડતાં મોનુએ ભગવાન મહાદેવ સમક્ષ માતાના સ્વાસ્થ્ય માટે માનતા માની હતી અને માતાની તબિયતમાં સુધારો થયા બાદ આ યાત્રા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મોનુના જણાવ્યા અનુસાર, તેમણે 15 ઓક્ટોબર 2026થી પોતાની યાત્રાની શરૂઆત કરી હતી અને છેલ્લા 236 દિવસથી વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ સાત જ્યોતિર્લિંગ અને બે ધામની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે આઠમા જ્યોતિર્લિંગ એવા ઉજ્જૈનના બાબા મહાકાલેશ્વરના દર્શને પહોંચ્યા છે.
જાહેરાત







