Video: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપ: દર્દીનું વેન્ટિલેટર પ્લગ કાઢી નાખ્યાનો દાવો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગઈકાલે રાત્રે ગંભીર બેદરકારી સામે આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. સારવાર હેઠળ રહેલા દર્દીનો પુત્ર ખુદ ડૉક્ટર હોવાથી પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમણે તાત્કાલિક હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી અને આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી પણ આપી છે. પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે દર્દીને ફક્ત ઇન્જેક્શન આપીને હૃદયના ધબકારા ચાલુ રાખવામાં આવી રહ્યા છે. બીજી તરફ, સિવિલ સુપ્રિટેન્ડન્ટે આ તમામ આક્ષેપો ફગાવતા જણાવ્યું છે કે કોઈ પણ ડૉક્ટર ક્યારેય વેન્ટિલેટર કાઢી જ ન શકે અને જો ભૂલથી નીકળી જાય તો પણ બેકઅપ વ્યવસ્થા હોય છે. હાલ સિવિલ તંત્ર દ્વારા આ સમગ્ર ગંભીર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત








