Video: મહીસાગરમાં ધાર્મિક યાત્રાના નામે 121 સિનિયર સિટીઝનો સાથે ઠગાઈ, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

મહીસાગર જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ધાર્મિક યાત્રાના નામે 121 સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ વડીલોને ધાર્મિક પ્રવાસે લઈ જવાની લાલચ આપી પ્રત્યેક વ્યક્તિ પાસેથી 4 હજાર 200 રૂપિયા ઉઘરાવ્યા હતા. આ રીતે કુલ 121 લોકો પાસેથી અંદાજે 5 લાખ 8 હજાર રૂપિયાની રકમ વસૂલ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ છે. છેતરપિંડીનો ભોગ બનેલા સિનિયર સિટીઝનોએ ન્યાયની માગ સાથે લુણાવાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે. વડીલોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપીને પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે રજૂઆત કરી છે.
જાહેરાત








