Video: સુરેન્દ્રનગરમાં ખેડૂતોની કફોડી હાલત, દેવા માફી અને પાક ધિરાણ માફ કરવાની માંગ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછા વરસાદ અને સિંચાઈના પાણીના અભાવે કપાસ સહિતના પાકોનું ઉત્પાદન ઘટતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ અત્યંત કફોડી બની છે. જિલ્લાના જળાશયો ખાલી હોવાથી સિંચાઈ માટેનું પાણી પણ બંધ થયું છે, ત્યારે વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા જગતના તાતે સરકાર પાસે તાત્કાલિક ધોરણે દેવા માફીની માંગ કરી છે. ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવતા સવાલ કર્યો છે કે જો મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થઈ શકતું હોય તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે? હાલની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ એક વર્ષનું વ્યાજ માફ કરવા અને સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવા માટે સરકાર સમક્ષ ગુહાર લગાવી છે. સરકાર વહેલી તકે ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લઈને આર્થિક સંકટમાંથી ઉગારે તેવી માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત