Video: તારાપુરના મોરજ ગામે ફાયર સેફ્ટી વગર ધમધમતો ગો-ગેસ રિફિલ પ્લાન્ટ પોલીસ દ્વારા બંધ, સ્થાનિકોમાં ચર્ચા

સોર્સ: gstv

તારાપુરના મોરજ ગામમાં આવેલા ગો-ગેસ રિફિલિંગ પ્લાન્ટને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યો છે. તારાપુર પોલીસના અચાનક ચેકિંગ દરમિયાન પ્લાન્ટમાં ફાયર સેફ્ટી અને કર્મચારીઓની સુરક્ષાને લગતી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઈન્ડિયા લિમિટેડના નામે રજિસ્ટર આ પ્લાન્ટમાં ગો-ગેસના ઔદ્યોગિક અને ઘરવપરાશના સિલિન્ડર રિફિલ કરવામાં આવતા હતા. તપાસ દરમિયાન આશરે 12 કર્મચારીઓ સુરક્ષાનાં સાધનો વિના કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, પ્લાન્ટમાં ફાયર સેફ્ટીનાં સાધનો અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ગંભીર ક્ષતિઓને પગલે પોલીસે પ્લાન્ટ બંધ કરાવી પુરવઠા વિભાગને જાણ કરી છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા અગાઉ પગલાં કેમ ન લેવાયાં તે મુદ્દે પણ સવાલો ઊઠ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત