Video: દૂધના વધેલા ભાવથી ઝાલાવાડાના લોકોમાં નારાજગી

નવા વર્ષે દૂધમાં ભાવ વધારાથી દરેક ઘરને અસર થશે. સુરેન્દ્રનગર સહિત સમગ્ર ગુજરાતમાં અમુલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં લિટરે 4 રૂપિયાનો થયો છે. આ ભાવવધારાથી એક સામાન્ય પરિવાર પર વાર્ષિક ઓછામાં ઓછો 2 હજાર 880 રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડશે. દૂધ મોંઘું થતાં ચા, કોફી, મીઠાઈ અને આઈસક્રીમ જેવી ડેરી પ્રોડક્ટ્સ પણ મોંઘી થશે. સુરેન્દ્રનગરની ચાની કીટલીઓ પર અત્યારથી જ અસર જોવા મળી રહી છે, જ્યાં ચાની પ્યાલીનો ભાવ 5 રૂપિયાથી વધીને સીધો 10 રૂપિયા થઈ ગયો છે. આ ભાવવધારાથી ગૃહિણીઓના બજેટને પણ અસર થશે. અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે દૂધના ભાવ વધારાથી લોકોના નારાજગી છે.
જાહેરાત







