Video: રાજકોટમાં દિવાળીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી, અમીન માર્ગ પર આતશબાજી

રાજકોટમાં દિવાળીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. શહેરના અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં લોકો પરિવાર સાથે ફટાકડા ફોડી દિવાળીની ખુશીઓ મનાવી. બાળકોથી લઈને મોટેરાં સુધી સૌ કોઈ આતશબાજીનો આનંદ માણતા જોવા મળ્યા.. લોકો વિવિધ પ્રકારના અવનવા ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે. પરિવારજનો સાથે એકત્ર થઈને રંગબેરંગી આતશબાજી અને ફટાકડાની રોશનીથી વાતાવરણ દિવાળીમય બન્યું છે. અમીન માર્ગ પર લોકોની ઉત્સાહભેર ઉજવણીના દૃશ્યો જોવા મળ્યા.
જાહેરાત








