Video: પંડોળી ગામે તળાવમાં બે વ્યક્તિ ડૂબ્યા, માછલીઓને ખોરાક નાખવા જતાં દુર્ઘટના

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળી ગામે તળાવમાં બે વ્યક્તિ ડૂબી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બંને વ્યક્તિઓ તળાવમાં માછલીઓને ખોરાક નાખવા માટે ગયા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં તળાવ પાસે એકત્રિત થઈ ગયા હતા. તળાવમાં ડૂબેલા બંને વ્યક્તિઓ પેટલાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. લાપતા વ્યક્તિઓ પૈકી એકનું નામ આસિફ હુસેન ઠાકોર હોવાનું સામે આવ્યું છે.
જાહેરાત







