Video: સુરતના અમરોલી વિસ્તારમાંથી 17 વર્ષીય કિશોરીના અપહરણનો આરોપી ઝડપાયો

સુરતના અમરોલી વિસ્તારમાંથી 17 વર્ષીય સગીર કિશોરીનું અપહરણ કરવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અમરોલી પોલીસે આરોપી સિયારામ અચ્છલ વિશ્વકર્માને ઝડપી પાડ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપી કિશોરીનું અપહરણ કરી તેને પોતાના વતન લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી કિશોરીને મુક્ત કરાવી હતી. હાલ આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત







