Video: દેશભરમાં અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં લિટરે રૂ.4 સુધીનો વધારો

દેશભરમાં સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2થી 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા 12 નવેમ્બરથી તાજા દૂધના વિવિધ વેરિયન્ટના ભાવમાં અંદાજે 4થી 5 ટકાનો વધારો અમલી બનશે. અમૂલ તાઝાના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયા, જ્યારે અમૂલ ગોલ્ડના ભાવમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે. પશુઆહાર, પેકેજિંગ અને ઇંધણના ખર્ચમાં વધારાને પગલે ભાવવધારાનો નિર્ણય લેવાયો હોવાનું કંપનીએ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પાસેથી મળતી આવકના 80 ટકા નાણાં દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે.
જાહેરાત







