Video: દિવાળી ઇફેક્ટ અટલબિજ પર મુલાકાતઓની સંખ્યા વધી ત્રણ દિવસમાં 24000 લોકોએ મુલાકાત લીધી

સોર્સ: gstv

દિવાળીની રજાઓમાં અમદાવાદના અટલ બ્રિજ પર સૈલાણીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પતંગ જેવા આકર્ષક આકાર ધરાવતા આ બ્રિજની મુલાકાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા છે.

​સામાન્ય દિવસોમાં જ્યાં પ્રતિદિન બે થી અઢી હજાર લોકો બ્રિજની મુલાકાત લેતા હોય છે, ત્યાં તહેવારોની રજાઓમાં આ આંકડો કુદકે ને ભૂસકે વધ્યો છે. આંકડા પર નજર કરીએ તો:

જાહેરાત

​દિવાળી (રવિવાર): 5,000 થી વધુ મુલાકાતીઓ

પડતર દિવસ  8,000 થી વધુ મુલાકાતીઓ

​બેસતું વર્ષ:11,000 લોકોએ લીધી મુલાકાત

​રજાઓના માહોલમાં બ્રિજ પર આવતા પ્રવાસીઓ મન મૂકીને આનંદ માણી રહ્યા છે. આકર્ષક રોશની અને સાબરમતી રિવરફ્રન્ટના સુંદર નજારા વચ્ચે લોકો સેલ્ફી અને ફોટોશૂટ કરાવતા નજરે પડી રહ્યા છે. તહેવારો દરમિયાન અટલ બ્રિજ અમદાવાદનું સૌથી પ્રિય પ્રવાસન સ્થળ બનીને ઉભરી આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત