Video: તાપીમાં દીપડાનો આતંક

તાપી જિલ્લામાં દીપડાની દહેશતે ગ્રામજનોની ઊંઘ ઉડાડી દીધી છે. નિઝરથી યાહૂર તરફ જતા માર્ગ પર યોગેશ પટેલના ખેતરમાં દીપડો દેખાતાં સ્થાનિકે વીડિયો બનાવી વનવિભાગને જાણ કરી હતી. બીજી તરફ, ડોલવણના ઉમરકચ્છ ગામે ગત સોમવારે રાત્રે દીપડાના હુમલામાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ માનવભક્ષી દીપડાને પકડવા વનવિભાગે સીમ અને ગામ વિસ્તારમાં ૫ પાંજરા ગોઠવ્યા છે. દીપડાની અવરજવર મુજબ એક પાંજરાનું લોકેશન બદલીને સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવાયું છે.
જાહેરાત







