Video: હિન્દુ નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, સવારની આરતીમાં જોડાયા શ્રદ્ધાળુઓ

સોર્સ: gstv

હિન્દુ નવા વર્ષના પ્રથમ દિવસે ગીર સોમનાથ સ્થિત વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. નવા વર્ષની શુભ શરૂઆત કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તોએ સવારની આરતીમાં જોડાઈ ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે મહાદેવના દર્શન કરી ભક્તોએ સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત