Video: જામનગરના રંગોળી આર્ટીસ્ટ રિદ્ધિ શેઠે બિયોન્ડ ધ સ્ક્રીન થીમ પર અદભુત, પ્રેરણાદાયક રંગોળી બનાવી

સોર્સ: gstv

ડૉ. એપીજે અબ્દુલ કલામના વિચાર એક સારું પુસ્તક સો સારા મિત્રો બરાબર છે એ વાતથી પ્રેરિત થઈને રિદ્ધિબેને ૬ ફૂટ બાય ૪ ફૂટની આ રંગોળી બનાવી છે. આ રંગોળીમાં એક કિશોર મોબાઈલ સ્ક્રીન તોડીને બારી પાસે બેસીને પુસ્તક વાંચતો દર્શાવાયો છે, જેના મોડેલ તરીકે તેમણે પોતાના પુત્ર વ્યોમનો ઉપયોગ કર્યો છે. સામાન્ય ચિરોળી રંગોથી બનેલી આ સુંદર કલા કૃતિને પૂર્ણ કરવામાં ૧૨ દિવસનો સમય લાગ્યો છે. આ કળાના માધ્યમથી તેમણે સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આપણે સૌએ સોશિયલ મીડિયા અને મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળીને પુસ્તકો સાથે જોડાવું જોઈએ.

આ સમાચાર શેર કરો

જાહેરાત