Video: ડભોઇમાં જૂથ અથડામણ

ડભોઇના વડજ ગામમાં અંગત અદાવતને કારણે બે જૂથો વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. બંને જૂથના લોકો લાકડી અને દંડા સાથે સામસામે ઘસી આવ્યા હતા. આ ઉગ્ર અથડામણમાં બેથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મારામારીનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં જ શિનોર, ડભોઇ અને ચાંદોદ પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો અને હાલ આ માِમલે કાયદેસરની સઘન તપાસ હાથ ધરી છે
જાહેરાત








