Video: સુરેન્દ્રનગરમાં 60 ફૂટ આઈકોનિક રોડનું કામ એક વર્ષથી અધૂરું રહેતા કમિશનરને આવેદનપત્ર

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના 60 ફૂટ આઈકોનિક રોડ પર ખોદકામ કરી, સ્ટ્રીટ લાઈટો ઉતારી લેવાઈ છે અને પેવર બ્લોકનું કામ પણ અડધું છોડી દેવાતા અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો છે તેમજ વિદ્યાર્થીઓ અને રાહદારીઓની સુરક્ષા સામે પણ મોટું જોખમ ઊભું થયું છે. આ પરિસ્થિતિથી કંટાળીને સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનોએ એકત્ર થઈ વ્યાપક સહી અભિયાન ચલાવ્યું હતું. ત્યારબાદ કમિશનરને આવેદનપત્ર સોંપીને રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાની કડક માંગ કરવામાં આવી છે. લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં કામગીરી પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત