Video: દિવાળીમાં એસટી કર્મચારીઓ પરિવારથી દૂર રહી નિભાવી રહ્યા છે ફરજ

દિવાળીના પર્વ દરમિયાન લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે રાજકોટ એસટી વિભાગના કર્મચારીઓ મુસાફરોની સેવામાં ખડેપગે છે. રાજકોટ એસટી વિભાગના 1,978 ડ્રાઇવર અને કંડક્ટર નૂતન વર્ષની રજાઓ દરમિયાન પોતાની ફરજ બજાવશે. કર્મચારીઓના સેવાભાવને બિરદાવવા એસટી વિભાગ દ્વારા ડેપો ખાતે દિવાળીની ઉજવણી કરી સ્ટાફને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. તહેવારોમાં મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા છેલ્લા ત્રણ દિવસમાં 200થી વધુ એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી છે. આ વધારાની ટ્રીપના કારણે એસટી વિભાગને 28 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે.
જાહેરાત







