Video: AMCની ૯૦૦ પૈકી 233 ઈમારતોમાં સોલર કાર્યરત: ધાર્મિક સંસ્થાઓ પણ સોલરથી સજ્જ કરાશે

સોર્સ: gstv

AMCના નવા નિયમ મુજબ હવે જે પણ નવી સરકારી ઇમારત બનશે, તેમાં સોલર સિસ્ટમ હોવી અનિવાર્ય રહેશે અને જો સોલાર સિસ્ટમ નહીં હોય તો તે ઇમારતને BU પરમિશન આપવામાં આવશે નહીં. હાલ આ નિયમ માત્ર સરકારી ઇમારતો માટે છે, પરંતુ ભવિષ્યમાં ખાનગી એકમો માટે પણ આ વિચારણા થઈ શકે છે. કોર્પોરેશનની ૯૦૦થી વધુ ઇમારતોમાંથી હાલ ૨૩૩ ઇમારતોમાં સોલર પૅનલ કાર્યરત છે. આ ઉપરાંત, શહેરમાં ઊર્જા બચાવવા માટે ધાર્મિક સંસ્થાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ૩૪૫ અરજીઓમાંથી ૨૦૦ ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પૅનલ લગાવી દેવાઈ છે અને બાકીની ૧૪૫ સંસ્થાઓમાં પણ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે

AMCનો મોટો નિર્ણય: નવી સરકારી ઇમારતોમાં સોલાર સિસ્ટમ ફરજિયાત, વગર BU પરમિશને મંજૂરી નહીં

આ સમાચાર શેર કરો

જાહેરાત