Video: એ એમ સી દ્વારા પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો. પાર્કિંગ માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે

સોર્સ: gstv

અમદાવાદીઓએ હવે વધુ ચાર્જ ચૂકવવો પડશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે . AMC સંચાલિત પે એન્ડ પાર્ક અને ઓન-સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવતા હવે આગામી દિવસોમાં ચાર્જ વધી જશે ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા પાર્કિંગના દરોમાં કેટલાક ફેરફાર કરીને નવા દરોને મંજૂરી આપવામાં આવી છે. નવા દરો મુજબ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે કલાક પ્રમાણે ચાર્જ ચૂકવવો પ

​ટુ-વ્હીલર પાર્કિંગના નવા દરો:

જાહેરાત

​પ્રથમ કલાકના ₹૫ ની જગ્યાએ હવે ₹૧૦ ચૂકવવા પડશે.

​૧ થી ૩ કલાકના ₹૧૫.

​૩ થી ૬ કલાકના ₹૨૫.

​૬ થી ૧૨ કલાકના ₹૪૦.

​૧૨ થી ૨૪ કલાક (સમગ્ર દિવસ) માટે ₹૫૫ નો ચાર્જ નક્કી કરાયો છે.

ાયો છે.

​ફોર-વ્હીલર પાર્કિંગના નવા દરો:

​પ્રથમ કલાકના ₹૧૫ ને બદલે હવે ₹૨૦ ચાર્જ રહેશે.

​૧ થી ૨ કલાકના ₹૪૦.

​૩ થી ૬ કલાકના ₹૮૦.

​૬ થી ૧૨ કલાકના ₹૧૨૦.

​૧૨ થી ૨૪ કલાક (સમગ્ર દિવસ) માટે ₹૧૭૦ સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.

એક તરફ શહેરમાં નાગરિકો રોડ પર વાહનો પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, ત્યારે આ નવા પાર્કિંગ ચાર્જ વધારા બાદ નાગરિકો પાર્કિંગ નો ઉપયોગ કરશે કે કેમ તે સવાલ છે 

આ સમાચાર શેર કરો

જાહેરાત