Video: દાહોદના દેવગઢ બારીયા સ્થિત માનસરોવરમાં મોકડ્રિલમાં યુવકોને ડુબતા બચાવ્યા

મોકડ્રિલના ભાગરૂપે દાહોદના દેવગઢ બારીયા નગરના માનસરોવરમાં ચાર યુવકો પાણીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળતા જ નગરપાલિકાનું ફાયર વિભાગ, એનડીઆરએફની ટીમ, વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. એનડીઆરએફના ગોતાખોરોએ ઊંડા પાણીમાં ઉતરીને ભારે જહેમત બાદ તમામ ચારેય યુવકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા. યુવકો ડૂબ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં નગરજનો પણ એકઠા થઈ ગયા હતા. જો કે, હાજર તબીબોએ તમામ યુવકો હેમખેમ હોવાનું જણાવતા આખરે આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું બહાર આવ્યું હતું, જેના કારણે તંત્ર અને નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.
જાહેરાત







