Video: કાર અને મોપેડ ચાલક વચ્ચે મારામારી

વલસાડ હાઇવે પર કાર ઓવરટેક કરતી વેળાએ મોપેડ અડી જતાં બંને વચ્ચે બબાલ થઈ હતી. ગાડી અડી જવાના સામાન્ય મુદ્દે ઉશ્કેરાયેલા મોપેડ ચાલકોએ કાર ચાલકને પકડીને બેફામ માર માર્યો હતો. આ મારામારીનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થયો છે. જોકે, વાઇરલ થયેલા આ વીડિયોની સત્યતા કે પુષ્ટિ અમારી ચેનલ દ્વારા કરવામાં આવતી નથી.
જાહેરાત








