Video: ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક સાથે સારા ભાવ:ખેડૂતોને મણ દીઠ ₹ ૧,૯૦૦ સુધીનો ભાવ મળતા રાહત

સોર્સ: gstv

મહેસાણાના ઉનાવા એપીએમસી ખાતે હાલ દૈનિક વીસથી પચ્ચીસ ગાડી કપાસની આવક નોંધાઈ રહી છે.આ વર્ષે ખેડૂતોને કપાસના વીસ કિલો એટલે કે મણ દીઠ અંદાજે ૧હજાર ૯૦૦ રૂપિયાની આસપાસ પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.ગત વર્ષની સરખામણીએ આ ભાવ મણ દીઠ આશરે ૧૦૦ થી ૧૫૦ રૂપિયા જેટલા વધુ છે.ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે કપાસના ઉત્પાદન અને ગુણવત્તા પર થોડી અસર પડી હોવાથી બજારમાં કપાસના ભાવ મજબૂત રહેવા પામ્યા છે.સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત