Video: અમૂલ દૂધના ભાવ વધારા પાછળ શું છે કારણ? ચેરમેન અશોક ચૌધરીએ આપ્યું મોટું નિવેદન

અમૂલ દ્વારા દૂધના ભાવમાં કરાયેલા વધારા મામલે મહેસાણા ખાતે અમૂલના ચેરમેન અશોક ચૌધરીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કંપની દ્વારા અમૂલ તાજા દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને અમૂલ ગોલ્ડ દૂધમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા પાછળનું કારણ સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘાસચારાના ઊંચા ભાવ, કેટલ ફીડ અને ઇનપુટ કોસ્ટમાં થયેલા વધારાને કારણે પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દૂધના ભાવ વધારાથી થનારી સીધી આવક પશુપાલકો અને ખેડૂતો સુધી પહોંચશે, જેનાથી તેમને મોટી આર્થિક રાહત મળશે.
જાહેરાત








