Video: વડોદરામાં હોસ્પિટલ બહાર ડ્રગ્સના વેચાણનો ખુલાસો

વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલ બહારથી ડ્રગ્સ ઝડપાયું છે.. પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત એક મોટી કાર્યવાહીમાં હોસ્પિટલ બહાર થાર ગાડીમાં માદક પદાર્થોનું વેચાણ કરતા બે યુવકો ઝડપાયા છે. ઝોન-2 એલસીબી અને રાવપુરા પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી..જેમાં અમન મેમણ અને સફી રઝા સારાણી નામના શખ્સોને દબોચી લીધા હતા. આરોપીઓની ઝડતી લેતા તેમની પાસેથી 18 હજારની કિંમતનું 6 ગ્રામ એમડી ડ્રગ્સ અને 28 હજારની કિંમતનો 8 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થો ઉપરાંત થાર ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ ત્રણ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં તેઓ બે અલગ-અલગ સપ્લાયરો પાસેથી ડ્રગ્સ લાવ્યા હોવાનું ખુલતા પોલીસે કોલ ડિટેઇલ્સના આધારે તપાસ તેજ કરી છે. પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે.














