Video: વડોદરામાં ડિજિટલ અરેસ્ટના નામે 1.72 કરોડની ઠગાઈનો મુખ્ય આરોપી ઝડપાયો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડી આચરતી ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી બ્રિજેશ પટેલને વાસદ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી ઈન્ડિયા પોસ્ટ ઈન્ટરનેશનલ સર્વિસના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને લોકોને ફોન કરતો અને પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું હોવાનું કહી ડરાવતો હતો. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપીને ડિજિટલ અરેસ્ટની ધમકી આપી લાખો રૂપિયાની વસૂલાત કરતો હતો. પોલીસ તપાસમાં વડોદરામાં બે, કચ્છમાં એક અને ગાંધીધામમાં એક મળી કુલ ચાર ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં આશરે 1 કરોડ 72 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.
જાહેરાત








