Video: સાયલાના ભાડુકા ગામ નજીક ટેન્કરમાંથી હજારો લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાતા તપાસ

સાયલાના ભાડુકા ગામ નજીક ટેન્કરમાંથી 35 હજાર 864 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો ઝડપાયો છે. રાજકોટ રેન્જની ટીમે આદિત્ય એગ્રો એનર્જી પંપના કમ્પાઉન્ડમાં કાર્યવાહી હાથ ધરી હતી, ઝડપાયેલા પ્રવાહીની અંદાજિત કિંમત 26.89 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ટેન્કરચાલક સુબોધકુમાર સીસોદીયા પાસેથી અલગ અલગ શંકાસ્પદ બિલો પણ મળી આવ્યા છે. આ મામલે સાયલા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે અને પ્રવાહીના સેમ્પલ FSL તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જાહેરાત








