Video: ભુજના જથ્થાબજારમાં હિન્દુ નવવર્ષે પરંપરાગત કાંટાપૂજન

કચ્છના ભુજ ખાતે આવેલા જથ્થાબજારમાં હિન્દુ નવવર્ષના પ્રારંભે પરંપરાગત રીતે કાંટાપૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને વેપારીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે વેપારીઓએ શુભ મુહૂર્તમાં વિધિવત્ પૂજા-અર્ચના કરી ત્રાજવા અને કાંટાનું પૂજન કર્યું હતું અને આગામી વેપાર-ધંધામાં સુખ, સમૃદ્ધિ તેમજ બરકત રહે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જથ્થાબજારના વેપારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પરંપરાગત રીતે નવા વર્ષના વેપારની શરૂઆત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી આખા બજારમાં ઉત્સવ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
જાહેરાત








