Video: અમદાવાદના સરખેજ સ્થિત લબ્બૈક પાર્ક સોસાયટીના એક મકાનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સર્ચ ઓપરેશન; ભોંયરામાંથી ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

સોર્સ: gstv

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ડ્રગ્સના મોટા નેટવર્ક અંગે ચોક્કસ બાતમી મળતા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે લબ્બૈક પાર્ક સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. ઘટનાસ્થળના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં NCBના અધિકારીઓ સમગ્ર મકાનને કોર્ડન કરીને સઘન તપાસ કરતા જોવા મળી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ મકાનના ભોંયરામાં છુપાવીને ચલાવવામાં આવતી ગેરકાયદેસર મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે અને કરોડો રૂપિયાની કિંમતનું રો-મટીરીયલ તથા કેમિકલ જપ્ત કર્યું છે. હાલ NCBએ મકાન માલિકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે અને આ ડ્રગ્સ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત