Video: દિવાળી વેકેશન બાદ વિસનગર માર્કેટયાર્ડમાં ફરી વેપારની શરૂઆત, કપાસ સહિતની જણસોની પુષ્કળ આવક

સોર્સ: gstv

મહેસાણા જિલ્લાના વિસનગર માર્કેટયાર્ડમાં દિવાળી અને નવા વર્ષના વેકેશન બાદ ફરી એકવાર વેપાર-ધંધાની રોનક જોવા મળી રહી છે. લાભ પાંચમના પવિત્ર દિવસે વેપારીઓએ પૂજન-અર્ચન કરી નવા મુહૂર્ત સાથે વેપારની શરૂઆત કરી હતી. માર્કેટયાર્ડમાં કપાસ, દિવેલા અને ગવાર સહિતની જણસોની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. વેકેશન બાદ માર્કેટયાર્ડ ધમધમતું થતાં ખેડૂતો અને વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઓછા વરસાદના કારણે કપાસના પાકના ઉત્પાદન પર અસર થવાની સંભાવનાને પગલે આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ વેપાર જગતમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત