Video: વડોદરાના તરસાલી વિસ્તારમાં બાળકને બચાવવા જતાં મહિલા ત્રીજા માળેથી પટકાઈ

વડોદરાના તરસાલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલાનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, ત્રીજા માળે ચાર વર્ષનું બાળક રમી રહ્યું હતું ત્યારે મહિલા તેને બચાવવા માટે બાલ્કની તરફ દોડી હતી. આ દરમિયાન મહિલા ત્રીજા માળની બાલ્કની પરથી નીચે પટકાઈ હતી. ઘટનાને પગલે મહિલાને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
જાહેરાત







