Video: અરવલ્લીના શામળાજી મંદિરે ગોવર્ધન પૂજા બાદ ધરાવાયો ૩૩ જાતની મીઠાઈનો અન્નકૂટ

સોર્સ: gstv

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ઉત્સાહભેર ગોવર્ધન પૂજા બાદ શામળિયા શેઠને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર બાદ બીજા દિવસે પરંપરાગત રીતે ભગવાનને અન્નકૂટ ધરાવવાની પવિત્ર વિધિ યોજાય છે. આ અન્નકૂટમાં ૩૩ જાતની વિવિધ મીઠાઈઓ અને ૨૨ જાત શાકભાજીમાંથી બનાવેલી અવનવી વાનગીઓનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર અને મનમોહક દર્શનનો લહાવો લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. કાળિયા ઠાકોરના શૃંગાર અને અન્નકૂટના અલૌકિક દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત