Video: મહુડીમાં કાળીચૌદશે મહાયજ્ઞનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

અહીં જૈન ધર્મના ૬ઠ્ઠા તીર્થંકર ભગવાન શ્રી પદ્મપ્રભુસ્વામીની આરસની મૂર્તિ બિરાજમાન છે. આ ઉપરાંત, અહીં રક્ષક દેવતા શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનું પણ ભવ્ય મંદિર આવેલું છે, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા ચમત્કારી દેવ તરીકે ઓળખાય છે આ મંદિરની સ્થાપના જૈન આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ દ્વારા ઈ.સ. ૧૯૧૭ (વિક્રમ સંવત ૧૯૭૪)માં કરવામાં આવી હતી.
જગતપ્રસિદ્ધ પ્રસાદ (સુખડી): મહુડી તેના અદ્ભુત અને સ્વાદિષ્ટ સુખડીના પ્રસાદ માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. અહીં એવી પરંપરા છે કે આ સુખડીનો પ્રસાદ માત્ર મંદિરના સંકુલની અંદર જ ખાવો પડે છે, તેને મંદિરની બહાર લઈ જવાની સખત મનાઈ છે.મુખ્ય ઉત્સવ: દર વર્ષે કાળી ચૌદસના દિવસે અહીં ભવ્ય હવનનું આયોજન થાય છે, જેમાં દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.
મહુડીમાં કાળી ચૌદસના દિવસે મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. યજ્ઞ સમયે મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આવતા સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે.
વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12.39 કલાકે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે.








