Video: BPCLની પાઇપલાઇન સામે ત્રણ ગામના ખેડૂતોનો વિરોધ

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં BPCL કંપનીની પાઇપલાઇન નાખવાના કામ સામે ખેડૂતોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્રગઢ, ઉમરડા અને ચોરવીરા ગામની અંદાજે 100 વીઘા જમીનમાંથી પાઇપલાઇન પસાર થવાની હોવાથી ખેડૂતો મેદાને આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પૂરતું વળતર આપવામાં આવતું નથી અને વચન મુજબ જમીનનું માટીકામ પણ કરવામાં આવતું નથી. એક ચોરસ મીટર જમીનના માત્ર 12 રૂપિયા ચૂકવાતા હોવાનો દાવો કરી ખેડૂતોએ જંત્રીના ચાર ગણા વળતર સાથે પાક નુકસાનીની ભરપાઈની માંગ કરી છે. પાઇપલાઇન પસાર થયા બાદ પાંચ વર્ષ સુધી પાક ન લઈ શકાય તેવી નુકસાનીનો મુદ્દો પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે. ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતાં વળતર અને નુકસાનીનો પ્રશ્ન નહીં ઉકલે ત્યાં સુધી કામ અટકાવી રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત