Video: ૧ ડિસેમ્બરથી શરૂ થશે ૧૦૩૩ નંબર, ડ્રગ્સ વેચનારાઓ સામે ૩ કલાકમાં થશે કાર્યવાહી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં એક હજાર 24 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ..આ પ્રસંગે તેમણે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનું આહવાન કરતા કહયું કે, દેશને ૨૦૨૯ સુધીમાં નશા મુક્ત કરવાનો લક્ષ્યાંક છે. પરંતુ, ગુજરાતમાંથી આવીએ છીએ એટલે આપણે બે હજાર 29 સુધી રાહ નથી જોવાની. ડ્રગ્સ માત્ર પોલીસથી નહીં રોકાય, જેથી શિક્ષકો અને માતા-પિતા પણ બાળકોની વર્તણૂક પર નજર રાખે. ૧ ડિસેમ્બરથી એક હજાર 33 ટોલ ફ્રી નંબર શરૂ થશે, જેના પર મળતી માહિતીના ૩ કલાકમાં જ કાર્યવાહી થશે અને ડ્રગ્સ વેચનારાઓને જેલના સળિયા પાછળ મોકલાશે.
જાહેરાત







