Video: બોડેલીના જબુગામમાં ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાને પગલે ડેન્ગ્યુનો ભય વધ્યો

બોડેલી તાલુકાના જબુગામમાં ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિક લોકોમાં આરોગ્યને લઈને ચિંતા જોવા મળી રહી છે. જબુગામ કસ્બા, ફરિયા સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યાની માહિતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને NS1 પ્રકારના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યાની ચર્ચાને પગલે ચિંતા વધી છે. ગામમાં ગંદકી અને પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા હોવાથી તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવાની લોકમાંગ ઉઠી છે. ગંદકીવાળા વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવા તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ અને સર્વે હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
જાહેરાત







