Video: પાટડીમાં ખાખીની ખોટી ઓળખ આપી શખ્સ ઘી-તેલનો ડબ્બો લઈ ફરાર; 11 દિવસ બાદ પણ કાર્યવાહી ન થતા વેપારીઓમાં રોષ

સોર્સ: gstv

પાટડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો ભય જ ન રહ્યો હોય તેમ એક શખ્સે ખાખીની ખોટી ઓળખ આપીને બે દુકાનદારોને નિશાન બનાવ્યા હતા. આ ગઠિયાએ વેપારી પાસે અંદાજે ૧૨ હજાર રૂપિયાનું કરિયાણું જોખાવ્યું હતું અને ત્યારબાદ નજર ચૂકવીને સાત કિલો ઘી અને તેલનો ડબ્બો લઈને રફુચક્કર થઈ ગયો હતો. એકટિવા લઈને આવેલા આ ગઠિયાની સમગ્ર કરતૂત દુકાનના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનાને ૧૧ દિવસ વીતી ગયા હોવા છતાં અને ભોગ બનનાર વેપારીઓએ પોલીસને લેખિત અરજી આપી હોવા છતાં તપાસનું પરિણામ શૂન્ય રહ્યું છે. પોલીસની આ નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત