Video: નસવાડી તાલુકાની અશ્વિન નદી સુકાઈ જતાં ખેડૂતો અને ગ્રામજનો ચિંતિત

સોર્સ: gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની સૌથી મોટી અશ્વિન નદી ઓછા વરસાદને કારણે ભરશિયાળે સૂકી ભઠ્ઠ બની ગઈ છે. આ નદી કિનારે વસેલા ૧૦૦થી વધુ ગામોના ખેડૂતો અને પશુઓ માટે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. એક તરફ નદી સુકાઈ ગઈ છે, તો બીજી તરફ નર્મદા નહેરનું પૂરતું પાણી પણ મળતું નથી. જેના કારણે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકતા નથી અને બોરવેલ પણ ડચકાં ખાઈ રહ્યા છે. પરિણામે, આદિવાસી પરિવારોને રોજગારી માટે સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાના જણાવ્યા મુજબ, નદી પર ચેકડેમ બનાવવા અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જો વહેલી તકે નર્મદાનું પાણી અને ચેકડેમની વ્યવસ્થા નહીં થાય, તો ગ્રામજનોની મુશ્કેલીઓ વધુ વધશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત