Video: વલસાડના હાલર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ: બે બંધ દુકાનોના શટર ઊંચા કરી રોકડ રકમની ચોરી, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

સોર્સ: gstv

વલસાડના હાલર વિસ્તારમાં તસ્કરોએ વહેલી સવારે ચોરીને અંજામ આપતા ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ હાલર વિસ્તારમાં આવેલી વેજીસિંગ નામની વેજીટેબલ દુકાન અને રામદેવ ઘેરી નામની દુકાનને નિશાન બનાવી હતી. દુકાનોના શટર ઊંચા કરી અંદર પ્રવેશેલા તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી હતી. દુકાન માલિકે ભાડું ચૂકવવા તેમજ કર્મચારીઓને દિવાળી બોનસ આપવા માટે રાખેલી રોકડ રકમ પણ તસ્કરો ચોરી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવની જાણ થતાં સીટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે દુકાનદારોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત